પ્રમુખસ્વામી મહારાજ જન શતાબ્દી મહોત્સવ 2022
૧૫ ડિસેમ્બર ૨૦૨૨, ગુરુવાર થી તા. ૧૩ જાન્યુઆરી ૨૦૨૩, શુક્રવાર દરમિયાન અમદાવાદ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાશે. તા. ૧૩ જાન્યુઆરીએ આ મહોત્સવનો ચરમ સીમા સમો 'શતાબ્દી જન્મ જયંતી દિન' ઉજવાશે, જ્યારે દેશ-વિદેશના અસંખ્ય ભક્તો શતાબ્દી-વંદના દ્વારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભાવાંજલિ અર્પશે અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.
એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવ માટે અમદાવાદના પશ્ચિમ છેડે સરદાર પટેલ રીંગ રોડ પર 600 એકરની વિશાળ ભૂમિ પર ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’નું નિર્માણ કરવામાં આવ્યુ છે.
અહીંથી જુઓ ઓપનિંગ શેરેમની LIVE
ભવ્ય પ્રમુખ નગરીનો ડ્રોન વ્યુ વિડીયો
પ્રમુખસ્વામી નગરની ભવ્યતાનો વિડિયો જોવા અહીં ક્લીક કરો
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ જોવો live
હાલ નિર્માણાધીન આ નગર પ્રેરણાનું અમૃત વહાવતી અનેકવિધ રચનાઓથી ‘કલ્ચરલ વન્ડરલેન્ડ’ બની રહેશે. પ્રમુખસ્વામી મહારાજ નગરમાં વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો તેમજ વિવિધ પ્રસ્તુતિઓથી વાતાવરણ ગુંજી ઊઠશે
સ્વામિનારાયણ નગર’માં શું હશે આકર્ષણ?
વિશાળ કલાત્મક પ્રવેશદ્વારો
કલામંડિત મંદિર
ભક્તિ મંડપો
પ્રમુખસ્વામી મહારાજની વિશાળ મૂર્તિ
જીવનના ઉચ્ચ મૂલ્યો શીખવતા પ્રદર્શનો
ભારતીય સંસ્કૃતિના સંદેશ આપતા રચનાત્મક સ્પોટ્સ
બાળનગરી
જ્યોતિઉદ્યાન
લાઈટ એન્ડ સાઉન્ડ શો
ખાણી-પીણીના સ્ટોલ્સ
આ ભવ્ય ‘સ્વામિનારાયણ નગર’ના નિર્માણ કાર્ય માટે હાલમાં બે હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે અને જ્યારે આ મહોત્સવ શરૂ થશે ત્યારે 50 હજાર સ્વયંસેવકો અહીં આવનાર લાખો શ્રદ્ધાળુઓને આવકારવા તત્પર હશે
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.